Details Of Markets
આ માર્કેટયાર્ડની જમીન ૫૦,૦૦૦ ચોરસવાર જેટલી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર વાસણા ટોલનાકા પાસે આવેલ છે. યાર્ડમાં બટાકા-ડુંગળી જનરલ કમિશન એજન્ટો માટે અંદાજે ૪૦ x ૨૦ ની સાઇઝ ની ૧૨૦ શોપ્સ-કમ-ગોડાઉન તથા તેટલાં જ ક્ષેત્રફળવાળી ઉપરનાં માટે ઓફિસો સ્વતંત્ર, ટોઈલેટ બ્લોક વિગેરેની સગવડ આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક ૧૨ દુકાને વેપારી વર્ગ તથા ખેડૂત , મજુરો વિગેરે માટે વોટર કુલર તથા ટોઈલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત રેસ્ટીંગ શેડ, ખેડૂત આરામગૃહ, વિશાળ કેન્ટીન, ત્રણ બેન્કો ખેડૂતોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે ૧૯ દુકાનો, બેંકો, સ્વતંત્ર ટ્યુબવેલ, ૭૦ ફુટના વિશાળ રસ્તાઓ, પાર્કીંગ વિગેરે સુવિધાઑ આપવામાં આવેલ છે.
આ માર્કેટયાર્ડની જમીન ૧૬,૨૨૧ ચોરસવાર છે. જે શહેરના એસ.ટી.સ્ટેન્ડ જવાના રોડ ઉપર, જમાલપુર દરવાજા બહાર આવેલ છે. આ માર્કેટયાર્ડમાં શાકભાજીના જનરલ કમિશન એજન્ટો માટે ૯૬ પાકી દુકાનો, ૫૭ રીંગ સ્ટોલ, કમિશન એજન્ટોની ઓફિસો, બે કેન્ટીન, ખેડૂત આરામગૃહ, સી.સી. પાકા રોડ, પાણી માટે બોર, જનરલ સેનીટેશન બ્લોક, બેંકો, અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટેની ૩૨ દુકાનો આવેલી છે. આ માર્કેટયાર્ડમાં ખેડૂતનાં શાકભાજીનું જથ્થાબંધ પ્રમાણમાં વેચાણ થાય છે. અને આંતરરાજ્ય બજાર તરીકે વિકસેલ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમદાવાદ સને. ૧૯૯૮ માં એપ્રિલ માસથી ફળફળાદિના જથ્થાબંધ વેપારને બજારધારા હેઠળ આવરી લીધેલ છે અને નરોડા ફ્રુટ માર્કેટમાં અંદાજે ૨૨,૫૭૭ ચોરસવાર જમીનમાં ફળફળાદિનો જથ્થાબંધ વેપાર ચાલે છે. આ માર્કેટયાર્ડ ફળફ્ળાદિ ક્ષેત્રે આંતરરાજ્ય માર્કેટયાર્ડ તરીકે વિક્સેલ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમદાવાદના બજાર વિસ્તારનો મુખ્ય પાક ડાંગર અને ઘઉં છે અને તે ડાંગર અને ઘઉંનું વેચાણ કરવા માટે ખેડૂતોને બાવળા, સાણંદ, તારાપુર વિગેરે દુરના સ્થળોએ આવેલ માર્કેટયાર્ડોમાં જવું પડતું હતું. તે બાબતને લક્ષમાં લઈને બજાર સમિતિએ જેતલપુર-બારેજા ખાતે નેશનલ હાઈવે નં.૮ ઉપર અંદાજીત ૧,૦૦,૦૦૦ ચોરસવાર જમીન છે. અને સદરહુ જમીન ઉપર સમિતિ એકવીસમી સદીને અનુરૂપ અધતન સુવિધાઓ એટલે કે કલીનીંગ, ગ્રેડીંગ, પેકીંગ પ્લાન્ટ, આર.સી.સી. રસ્તા, ચોવીસ કલાક પાણીની સગવડ, ખેડૂત આરામગૃહ, વી.આઈ.પી.- ગેસ્ટ હાઉસ, બગીચા, તથા ખેડૂતો માટે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે શોંપીગ સેન્ટરમાં ૪૪ દુકાનો વિગેરે સવલતો સહિતનું અનાજ માર્કેટયાર્ડ ઉભું કરેલ છે. જે માર્કેટયાર્ડ હાલમાં પુરજોશમાં ચાલે છે. ખેડૂતોઍ તેનો મહ્ત્તમ ઉપયોગ કરેલ છે. સદરહુ માર્કેટયાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતો માટે વ્યાજબી ભાવે ભોજનની તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
આ માર્કેટયાર્ડ શહેરની મધ્યમાં આવેલું છે તેમજ લાલદરવાજા બસ ટર્મિનલ થી નજીકમાં છે. જેથી શહેરના પ્રજાજનોને શાકભાજી ખરીદવા માટે વધુ સુગમતા રહે છે. આ માર્કેટયાર્ડમાં શહેરના ગ્રાહકોને શાકભાજી ખરીદવા માટે વધુ સુગમતા છે. આ માર્કેટયાર્ડમાં શહેરના ગ્રાહકોને શાકભાજીની સુવિધા મળી રહે તે માટે ૧૧૩ દુકાનો ભગુભાઈવંડામાં અને ૧૩૩ દુકાનો રાજનગર માર્કેટ અ-વર્ગ વેપારીઓને એલોટ કરેલ છે, જે સરદાર પટેલ માર્કેટયાર્ડ માંથી જથ્થાબંધ શાકભાજી ખરીદી ગ્રાહકોને સેમી હોલસેલ અથવા છુટક રીતે શાક્ભાજી વેચે છે. આમ શહેરના નાગરીકોને માર્કેટ કમિટી તરફથી સુવિધા પુરી પાડવા પ્રયત્ન કરેલ છે.
આ માર્કેટયાર્ડ ફળફ્ળાદિના વેપારીનું સેમી-હોલસેલ તથા રીટેલ બજાર છે. શહેરના નાગરીકોને ફળફળાદિની ખરીદી માટે સુવિધા મળી રહે તે માટે કુલ-૮૫ રીટેલ દુકાનો અને ૨૫ સેમી હોલસેલ દુકાનો આપેલ છે
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ , અમદાવાદે તાજેતરમાં ફુલબજારને બજાર ધારા હેઠળ આવરી લઈ "તમામ પ્રકારના ફુલો" ના ખરીદ - વેચાણ વ્યવહારને નિયંત્રણ હેઠળ મુકેલ છે. જેથી આ રીતે આ ફુલોનાં ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા પ્રયાસ કરેલ છે.