Welcome to Apmc Ahmedabad!
THE AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE-AHMEDABAD
ખેતીવાડી ઊત્પન્ન બજાર સમિતિ - અમદાવાદ
Menu
About APMC
General Info
Statistical Data
Commission Agents
Board Of Directors
Details Of Markets
Activities
Gallery
Photo Gallery
Video Gallery
Contact
Home
About APMC
General Info
Statistical Data
Commission Agents
Staff
Board Of Directors
Details Of Markets
Activities
Gallery
Photo Gallery
Video Gallery
Contact
Home
—›
Activities
Activities
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમદાવાદનો બજાર વિસ્તાર મ્યુનિ. કોર્પોરેશન લિમીટ તથા દસ્ક્રોઈ તાલુકાનો સમગ્ર વિસ્તાર છે અને એ.પી.એમ.સી., અમદાવાદનાં માર્કેટયાર્ડ આંતરરાજ્ય બજાર તરીકે ખ્યાતિ પામેલ છે.
બજાર સમિતિના આંતરરાજ્ય માર્કેટયાર્ડમા દરરોજ બહારગામ અને દેશના જુદા જુદા પ્રદેશોમાંથી ૬,૫૦૦ થી ૭,૦૦૦ ખેડૂતો અને વેપારીઓ શાકભાજી અને ફળફળાદિ અને અનાજ, કઠોળ, તેલીબીયાં વેચવા અને ખરીદવા આવે છે.
આ કાયદાથી ખેત ઉત્પનનો વેચાણનો ચોખ્ખો તોલ કરવામાં આવે છે, ખેડૂતો ઉપરના તમામ અન્ય લાગાઓ દુર કરવામાં આવ્યા છે. બજાર સમિતિએ નક્કી કર્યા પ્રમાણે સરકારશ્રીના આદેશ મુજબ કમિશન, ઉતરાઈ, તોલાઈ વિગેરે ખરીદનાર પાસેથી લેવામાં આવે છે અને ખેત ઉત્પન્નનુ વેચાણ બજાર સમિતિના સ્ટાફની દેખરેખ નીચે કરવામાં આવે છે.
બજાર સમિતિના માર્કેટયાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબીયાં વિગેરેના ઉત્પાદકો અને શાકભાજી, ફળફળાદિ વેચનારાઓને બજારધારા નીચે રક્ષણ આપવામાં આવે છે તથા માલ ખરીદનાર અને વેચનાર વચ્ચેના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.
બજારમાં શાકભાજીના ખરીદ-વેચાણના નિયંત્રણને લીધે માર્કેટયાર્ડમાં શાકભાજી - ફળફળાદિની આવક અનેક ગણી વધી છે. બજાર વર્ષ ૨૦૧૨- ૨૦૧૩ દરમ્યાન ૧૧૪.૨૭ લાખ ક્વિન્ટલ જેટલો શાકભાજી, ફળફળાદિ તથા અનાજ, કઠોળ, તેલીબીયાંનો માલ વેચાવા આવેલ છે. જેની કિંમત રૂ. ૧૬૫૪ કરોડ જેટલી થાય છે જે ઉત્પાદકોને મળતા કાનુની રક્ષણ તથા સવલતોને આભારી છે.
પંડિત દિનદયાળ દસ્ક્રોઈ અનાજ માર્કેટયાર્ડ અમદાવાદ જીલ્લાના પ્રવેશદ્વાર સમા બારેજા-જેતલપુર રોડ નેશનલ હાઈવે નં. ૮ ઉપર અંદાજીત ૨૮ કરોડના ખર્ચે અનાજના કલીનીંગ, ગ્રેડીંગ, પેકીંગના પ્લાન્ટ સાથે અધ્યતન માર્કેટયાર્ડ બનાવેલ છે જે તા. ૨૧/૧૦/૨૦૦૭ને વિજ્યા દશમીથી કાર્યાન્વિત થયેલ છે.
આપનાં શાકભાજી તથા ફળફળાદિ ફુલ તથા અનાજ, કઠોળ, તેલિબિયાં બજાર સમિતિના નિયંત્રિત બજારોમાં વેચવા લાવી માલનાં પુરેપુરા નાણાં તુરંત જ મેળવો.